Shri HarshadKumar R. Bhrmbhatt
આપની સમક્ષ વર્ષ ર૦૧પ -૧૬નો વાર્ષિક અહેવાલ રજુ કરતા આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવું છું.
છેલ્લા પાંચ વર્ષથી આપણી બેંક ખોટમાં ચાલતી હતી. આ ખોટ દૂર કરી તા.૩૧/૦૩/ર૦૧૬ના રોજ આપણે રૂા.૬.૬૬ લાખનો ચોખ્ખો નફો હાંસલ કરેલ છે. તમામ જોગવાઈઓ, પેએબલ વ્યાજ તથા એન.પી.એ. ની જોગવાઈઓ કરી ચૂકવેલ કરવેરા વિ.તમામ ખચર્ચાઓ પછી આ નફાના સ્ટેજ સુધી જ પહોંચી શકયા છીએ. સભાસદોની ધીરજ અને બોર્ડ ઓફ ડીરેકટર્સની હિંમતભેર આગળ વધવાની ધગશનું આ પરિણામ છે.
આપણી બેન્કે નવીન ઘડેલ મૃત્યુ સહાય યોજના સુપેરે ચાલે છે. બેન્કમાં કોઈળ ખર્ચ પાડવાનો નહીં અને ફકત ઉપજના વ્યાજમાંથી મૃત્યુ સહાય રૂા.૪૦,૦૦૦.૦૦ / ચૂકવવામાં આવે છે. સને ર૦૧પ -૧૬ ના વર્ષમાં લાભાર્થીની સંખ્યા ૧૧૦ તથા ચૂકવેલ રકમ રૂા.૩૯,૧પ,૩૧૮.૦૦/ છે. આપણી બેન્કે આપણા સદગત સભાસદના પરિવારોને મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. તા.ર૮/૦૪/ર૦૧પ સુધી મૈયત થયેલ સભાસદોનું ચૂકવણું કરેલ છે. પ્રભુ મૈયત થયેલ સભાસદોને શાંતિ અર્પે એજ પ્રાર્થના . . .
આપણી બેન્કે ચાલુ સાલે દરેક સભાસદોને ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેન્ક લી. સાથે સંકલન કીર રૂા.૪૪.૦૦/ ના વાર્ષિક પ્રિમીયમથી રૂા.૪,૦૦,૦૦૦.૦૦/ નો અકસ્માત વિમો ઉતરાવેલ છે. સને ર૦૧પ૧૬ના વર્ષમાં નીચે મુજબના સભાસદોને અકસ્માતમાં મૃત્યુ થતાં તેઓના કુટુંબને આર્થિક સહાય મળેલ છે.
અ.નં. | મૃત્યુ પામનાર સભાસદ | સ.ન. | મળેલ રકમ |
---|---|---|---|
૧ | સ્વ.ચૌધરી નાજીભાઈ પ્રતાપભાઈ | ૪૦પ૦ | રૂા.૩,૦૦,૦૦૦.૦૦/ |
ર | સ્વ.રમેશભાઈ પ્રેમજીભાઈ પરિહાર | ર૭૩૪ | રૂા.૩,૦૦,૦૦૦.૦૦/ |
૩ | સ્વ.ગણેશભાઈ બિજોલભાઈ રબારી | ર૦૧૬ | રૂા.૩,૦૦,૦૦૦.૦૦/ |
બેન્કીંગ ટેકનોલોજીના મુદે પણ આપણી બેન્ક બીજી બેન્કોની હરોળમાં આગળ વધી રહી છે. તા.૦૧૦૧ર૦૧૭ થી મોબાઈલ બેન્કીંગ તથા એસ.એમ.એસ. એલર્ટ સીસ્ટમ સુવિધા ગ્રાહકને આપવાનું વિચારી રહી છે. જેથી સભાસદો તથા ગ્રાહકોને નમ્ર વિનંતી કે તેઓએ તેમના મોબાઈ નંબર બેન્કમાં નોંધાવી લેશો.
આપની બેન્કે વર્ષ દરમ્યાન વિક્રમજનક રૂા.ર૯.ર૬ કરોડનું ધિરાણ કરી સભાસદોને આર્થિક રીતે, સામાજિક રીતે મદદરૂપ થવા ધરપુર પ્રયત્નો કરેલ છે. તેની સામે ડીપોઝીટમાં વિક્રમજનક વધારો થઈ રૂા.૪૦.૭પ કરોડની ડીપોઝીટ તા.૩૧૦૩ર૦૧૬ ના રોજ થયેલ છે. જે આપણી બેન્ક ઉપર ગ્રાહકોનો ભરોસો સાબિત કરે છે. આ રીતે આપણે રૂા.પ૦.૦૦ કરોડની ડીપોઝીટમાં આગળ વધી રહયા છે.
મેડીકલેઈમ બાબતે : જયોતિર્ગમ સ્વાસ્થય વીમા યોજના : (મેડીકેઈમ પોલીસ)
ગુજરાત રાજય સહકારી બેંક લી, અમદાવાદ દ્વારા નિર્મિત છે. ઓછા પ્રિમીયમથી આ યોજનામાં જોડાઈ શકાય છે.જે નીચે મુજબ છે.
(૧) સિલ્વર પ્લાન : રૂા.પ૦,૦૦૦/ પ્રિમીયમ રૂા.પ૦૦/
(ર) ગોલ્ડન પ્લાન : રૂા.૧,૦૦,૦૦૦/ પ્રિમીયમ રૂા.૯પ૦/
આ મેડીકલેઈમ પોલીસી છે. આ પોલીસીમાં સભાસદ પત્નિ ર આશ્રિત બાળકોનો સમાવેશ થાય છે. મહત્તમ ઉંમર૬પ વર્ષ આશ્રિત બાળકોની ઉંમર ર૧ વર્ષ સુધી લાભ મળી શકશે. આ પોલીસીનું પ્રિમીયમ રોકડેથી બેંકમાં ભરી શકાશે. આ મેડીકેઈમ પોલીસીમાં મહેસાણાની મોટાભાગની હોસ્પિટલ સંલગ્ન છે. જેથી સભાસદોને નમ્ર વિનંતી છે કે ઓછા પ્રિમીયમથી આ યોજનાને લાભ મેળવી શકાશો.
અમો સતત આપના તથા આપના કુટુંબને આર્થિક રીતે સદ્બર બનાવવાના પ્રયત્નો કરતાં જ રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. બેન્કમાં સારો વહીવટી ચલાવવામાં સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ, સંકલન સમિતીના તમામ સભ્યો, બેન્કના મેનેજીંગ ડીરેકટર શ્રી વી.બી.રબારી, વાઈસ ચેરમેનશ્રી ડી.કે.ચાવડા, શાખ કમિટીઓના ચેરમેનશ્રીઓ, જોઈન્ટ મેનેજીંગ ડીરેકટરશ્રીઓ તથા સ્ટાફ મિત્રોનો આભર માનું છું. સાથે માનનીય રજીસ્ટ્રાર સાહેબ, મહેસાણા અને આર.બી.આઈ. ઓફીસરશ્રીઓને માર્ગદર્શન પુરૂ પાડેલ છે. તેઓનો પણ આભાર માનું છું. છેલ્લે પરમકૃપાળુ પરમાત્મા આપના જીવનને આનંદમય ઉત્સાહી તેમજ સેવા સહકારની ભાવના ઉન્મત રાખે તેવી પ્રાર્થના સહ વિરમું છું.
આપનો સ્નેહાધિન
હર્ષદકુમાર આર.બ્રહ્મ્રભટ્ટ
ચેરમેન