ધી મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો.ઓપ.બેન્ક લી., મહેસાણા

રાજમેહલ રોડ, મહેસાણા ૩૮૪ ૦૦૧, ફોન : રર૧૩૭૮, રર૧૯૬૬

તા. /૦૪/ર૦૧૭

મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારીઓની શાખ અને પુરવઠા મંડળીની સ્થાપના સને ૧૯૭૦માં થયેલ. આ મડળીનો ધીરેધીરે વિકાસ થતો ગયો. તેમ આ મંડળીના વહીવટદારોને આ ક્રેકીટ સોસાયટીને બેંકમાં રૂપાંતર કરવા ૧૯૭૬માં ઠરાવ કરેલ. આ અંગેની દરખાસ્ત તૈયાર કરેલી અને મે.જિલ્લા રજીસ્ટ્રાર સાહેબ, મહેસાણાએ તેની મંજુરી આપતા આપણી બેંક તા.ર૧/૧૦/૧૯૭૭ ના રોજથી અસ્તિત્વમાં આવી છે. જે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરી આ બંેક દશેરાના શુભ દિવસે શરૂઆત કરે છે.

બેંકનો નોંધણી નંબર :   રજી. નં. નધણ / સે / ૧૬ર૩ / ઘ ર૦૮૩ થી સને ૧૯૭૭, તા.૦૧/૧૦/૧૯૭૭

કાર્ય આરંભ : તા.ર૧/૧૦/૧૯૭૭ વિજયા દશમી

આપણી બંેકના સ્થાપક ચેરમેન શ્રી પ્રહલાદભાઈ શંકરભાઈ પટેલ હતા.

આ રીતે બેંકનું કામ કાજ જિલ્લા પંચાયત ફાળવેલ જગ્યામાં શરૂઆત કરવામંા આવેલ તે વખતે સભાસદોની સંખ્યા થાપણો ધીરાણોની વિગતો નીચે મુજબ છે.

સંભાસદની સંખ્યા ૯રર
થાપણો રૂા.૩,૧૩,૦૦૦.૦૦/
ધિરાણો રૂા.૪,ર૧,૦૦.૦૦/

આ રીતે શરૂઆત થયેલ ધીરેધીેરે બેંકનો વિકાસ થતો ગયો અને તેમાં ફળ સ્વરૂપ આર.બી.આઈ. તરફથી લાયસન્સ નં. યુબીડી/ જીજે/ પ૩ર / પી, તા.૦૪/૦૮/૧૯૮૬ ના રોજ મળેલ છે. ધીરે ધીરે બેંકનું કામકાજ વધતું ગયું. મહેસાણા જિલ્લાનું વિભાજન થતા પાટણ જિલ્લાના કાર્યક્ષત્રનો પણ બેંકમાં સમાવેશ કરવામાં આવ્યો. આ રીતે બેંકની સભ્ય થાપણો ધીરાણોમાં વધારો થતો ગયો. બેંકનું કામકામજ નો વ્યાપ વધતા શાખા અને વિજાપુર શાખા ખોલવાની આર.બી.આઈ. માંથી મંજુરી મેળવી બ્રાન્ચોની શરૂઆત કરવામાં આવી. બેંકનો સ્ટાફ પણ વધતો ગયો. બેંકની શરૂઆત થઈ ત્યારે સ્ટાફની સંખ્યા ર(બે) હતી તેમા વધારો થઈ ર૦(વીસ) ની સંખ્યા થઈ.

આ રીતે બેંકની કામગીરીમાં વધારો થતાં જુની જગ્યા બહુ નાની પડવા લાગી ગુજરાત સરકાર તથા જિલ્લા પંચાયત મહેસાણા ના સહકાર તથા મંજુરીથી બેંકે પોતાની માલિકીનું અદ્યતન બિલ્ડીંગ રાજમહેલ રોડ ઉપર બનાવેલ છે. પાટણ અને વિજાપુર શાખામાં પણ બેંકની પોતાની માલિકીના મકાનો છે. બેંકે સભાસદના કુટુંબના હિતને લક્ષમાં લઈ મૃત્યુ સહાય યોજના શરૂ કરી છે. આ યોજના ૧૯૭૭ થી શરૂ કરી અત્યાર સુધી સુપેરે ચાલે છે. હાલમાં મૈયત થયેલ વારસદારને રૂા.૪૦,૦૦૦.૦૦/ મૃત્યુ સહાય ચુકવી મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. આ રીતે વટવૃક્ષ બનેલુ આ કર્મચારી બેંકનો વિકાસ સને ર૦૧૬૧૭ના વર્ષ સુધીમાં આ પ્રમાણે છે.

સંભાસદની સંખ્યા ૪૪૩૧
ડિપોઝીટ રૂા.૪પ,૬૯,૯૬,પ૮૦.૦૦ /
ધિરાણો રૂા.ર૭,૭૩,૭૬,૪૩૭.૦૦ /
શેર ભંડોળ રૂા.ર,૭૩,૮૪,૬૦૦.૦૦
રીઝર્વ ફંડ રૂા.પ,૮૧,૧૮,૮૭૩.૦૦ /
નફો રૂા.૩૧,૭૪,૦૦૦.૦૦ /

હાલના ચેરમેનશ્રી હર્ષદભાઈ આર. બ્રહ્મભટ્ટ, એમ.ડી. તથા બોર્ડ ઓફ ડીરેકટર્સએ બેંકનો કરકીર યુકત અને ચીવટપૂર્વક વહીવટ કરેલ છે તેમજ સમય દરમ્યાન ઘણી મુશ્કેલીઓ આવેલ પરંતુ એ અડગ અને કર્મષ્ઠ કામગીરી કરી મુશ્કેલીઓ પાર પાડી બેંકને અદ્યતન ટેકનોલોજી / કોમ્પ્યુટરાઈઝ કરી મહેસાણા શહેરમાં આગવું સ્થાન પા્રત્પ કરેલ છે.